સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતી સુરત શહેરમાં અદભુત ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી હતી. આ પવિત્ર અવસર પર જહાંગીરપુરા સ્થિત રામ મઢી આશ્રમ ખાતેથી એક ભવ્ય કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય મહોત્સવમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલજીના વરદ હસ્તે કળશયાત્રાની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી. આ પવિત્ર યાત્રા રામ મઢી આશ્રમ, ઈસ્કોન મંદિરની બાજુમાં, જહાંગીરપુરા ખાતેથી પ્રસ્થાન પામી હતી. આ ગરિમાપૂર્ણ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરતના મેયર શ્રી માયાબેન માવાણી તેમજ સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.