પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના કલોલ-ગાંધીનગર સેક્શનના આદરજ મોટી-ગાંધીનગર કેપિટલ સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રૉસિંગ નં. 10 અને 09 અત્યંત જરૂરી જાળવણી (maintenance) કામને લીધે માર્ગ વાહનવ્યવહાર માટે હંગામી ધોરણે બંધ રહેશે.

1. ગાંધીનગર-રાંધેજા રોડ પર આવેલ રેલવે ક્રૉસિંગ નં. 10 (કિમી 17/8-9) જરૂરી ટ્રેક જાળવણી/ઓવરહૉલિંગ કામને લીધે તારીખ 20.08.2026 ના રોજ સવારે 08.00 કલાકથી 21.08.2026 ના રોજ સાંજે 18.00 કલાક સુધી માર્ગ વાહનવ્યવહાર માટે હંગામી ધોરણે બંધ રહેશે.

જાહેરાતAdvertisement

આ દરમિયાન માર્ગ ઉપયોગકર્તાઓ માટે વાહનવ્યવહારને રેલવે ક્રૉસિંગ નં. 11 (ROB), કિમી 18/7-8 થી ડાયવર્ટ કરવામાં આવશે.

2. ગાંધીનગર-રાંધેજા રોડ પર આવેલ રેલવે ક્રૉસિંગ નં. 09 (ઘૂંઘટ હોટલ), કિમી 16/1-2, જરૂરી ટ્રેક જાળવણી કામને લીધે તારીખ 22.08.2026 ના રોજ સવારે 08.00 કલાકથી 23.08.2026 ના રોજ સાંજે 18.00 કલાક સુધી માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

આ સમયગાળામાં વાહનવ્યવહારને રેલવે ક્રૉસિંગ નં. 10, કિમી 17/8-9 થી ડાયવર્ટ કરવામાં આવશે. નિર્ધારિત ડાયવર્ઝન માર્ગ રાંધેજા ચોકડીથી પેથાપુર થઈને GH-7 થી રેલવે ક્રૉસિંગ નં. 10 રહેશે.

માર્ગ ઉપયોગકર્તાઓને જણાવવામાં આવે છે કે નિર્ધારિત સમયગાળા દરમિયાન અસુવિધાથી બચવા માટે ઉપરોક્ત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે.