મુમુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને દેશનું અગ્રણી અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક શિપ બિલ્ડિંગ હબ બનાવવાના હેતુથી આ મહત્વાકાંક્ષી નીતિ અમલમાં મૂકી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે, જ્યાં રૂ. 27 હજાર કરોડથી વધુના રોકાણની સંભાવના છે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ ગ્રીન અને સ્માર્ટ શિપયાર્ડ, મરીન મેન્યુફેક્ચરિંગ, સંશોધન, કૌશલ્ય વિકાસ અને રોકાણકારોને વિવિધ પ્રોત્સાહનો દ્વારા ગુજરાતને વૈશ્વિક મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાનો છે. • ગુજરાતને દેશનું અગ્રણી અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક શિપ બિલ્ડિંગ તથા રિપેર હબ બનાવવાનો રોડમેપ. • પોલિસી વડાપ્રધાનના 'આત્મનિર્ભર ભારત', Maritime Vision 2047 અને SBFAS-2025 સાથે સુસંગત. • • ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક (IMSP)ના વિકાસ દ્વારા વિશ્વસ્તરીય મેરિટાઇમ ઇકોસિસ્ટમનું નિર્માણ. • પોરબંદરના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને કેન્દ્ર સરકારની મંજૂરી. • કુછડી પ્રોજેક્ટમાં અંદાજે ₹27,000 કરોડથી વધુનું રોકાણ થવાની સંભાવના; તેમાં ₹23,700 કરોડ ખાનગી રોકાણ અને ₹3,300 કરોડ કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ. • બેથી ત્રણ વિશ્વસ્તરીય શિપયાર્ડ અને સહાયક ઉદ્યોગોના મજબૂત નેટવર્કના વિકાસની યોજના. • મૂડી સહાય, વ્યાજ સહાય, સ્ટેમ્પ ડ્યુટી રિફંડ, વીજળી-પાણી સબસિડી, ડ્રેજિંગ સહાય સહિત અનેક નાણાકીય પ્રોત્સાહનો. • અર્લી બર્ડ રોકાણકારો માટે વિશેષ પ્રોત્સાહન અને MSME પાસેથી ખરીદી માટે સબસિડી. • સિંગલ વિન્ડો ક્લિયરન્સ અને સમર્પિત ફરિયાદ નિવારણ વ્યવસ્થા દ્વારા ઝડપી મંજૂરી પ્રક્રિયા. • રાજ્યની શિપબિલ્ડિંગ ક્ષમતા 50 લાખ DWTથી વધુ સુધી વધારવાનો લક્ષ્યાંક. • બે ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક્સની સ્થાપના અને 5 લાખથી વધુ યુવાનોને કૌશલ્ય તાલીમ આપવાનો સંકલ્પ. • પોલિસીથી ગુજરાત વૈશ્વિક શિપબિલ્ડિંગ અને મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં અગ્રણી કેન્દ્ર તરીકે ઉભરી આવવાની અપેક્ષા.