ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ રથમાં બેસી નગરચર્યાએ નિકળ્યા

પૂજા-અર્ચના અને આરતી બાદ પહિન્દ વિધી સંપન્ન

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ડીજે, બગી, બેન્ડવાજા સહિત મોટી સંખ્યામાં ભકતો રથયાત્રામાં જોડાયા

ઠેરઠેર ભકતો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

સાબરકાંઠા જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની વાજતે ગાજતે ભવ્ય રથયાત્રા હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા શહેરમાં નિકળી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ભગવાન રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નિકળતા ભકતો દ્વારા ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ડીજે, બગી, બેન્ડવાજા સહિત મોટી સંખ્યામાં ભકતો રથયાત્રામાં જોડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંમતનગર શહેરમાં જગન્નાથધામ ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. ભગવાનની પૂજા-આરતી બાદ પહિન્દ વિધી સંપન્ન થયા બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરના મહાવીરનગર, મહાકાલી મંદિર, પંચદેવ મંદિર સહિતના વિસ્તારોમાં નિકળી હતી. માનવ સાંકળ બનાવી ભકતોએ ભગવાન જગન્નાથના રથને ખેંચી ધન્યતા અનુવભી હતી. ભગવાનની રથયાત્રામાં ડીજે સાથે બગી, ઊંટલારી અને ટ્રેક્ટર સહિત વિવિધ સંગઠનો, ભજન મંડળીઓ જોડાઇ હતી.

જાહેરાતAdvertisement

ઇડરમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે ૨૮મી ભવ્ય રથયાત્રામાં હજારો હરીભકતો જોડાયા હતા. મોટા રામદ્વારા મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગુરુવારે સવારે 10:45 કલાકે વૈદિક મંત્રોચ્ચાર અને જય જગન્નાથના ગગનભેદી નાદ વચ્ચે પ્રસ્થાન કરી હતી. શહેરના મુખ્ય માર્ગો પર હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ઈડર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. ઇડર નગર ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રદીપભાઈ ખરાદી, મંત્રી કૃણાલ સગર, ભવરલાલ સોની મોટા રામદ્વારા મંદિરના મહંત રામકૃપાલજી મહારાજ, મહાકાલેશ્વર મંદિરના મહાકાલગીરી મહારાજ તેમજ વડિયાવીર બિલેશ્વર મહાદેવ મંદિરના શાંતિગીરી મહારાજ સહિતના આગેવાનો અને સંત-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ઇડરના વિવિધ વિસ્તારોમાંથી નિકળેલી રથયાત્રા જલારામ મંદિર ખાતે આવી પહોંચતા મહાઆરતીનું આયોજન કરાયું હતુ. ઇડર નગર ઉત્સવ સમિતિના સભ્યો ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર શહેરમાં ભક્તિ, ઉત્સાહ અને સામાજિક એકતાનું અનોખું દૃશ્ય જોવા મળ્યા હતા.

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમાં ભગવાન જગન્નાથની 33મી રથયાત્રા વાજતે ગાજતે રાધા કિશન મંદિરથી નિકળી હતી. ખેડબ્રહ્મા નગરની પરિક્રમાં બાદ શેઠ કે ટી હાઇસ્કૂલ ખાતે વેપારી મિત્ર મંડળ તેમજ ભકતો દ્વારા મામેરૂ ભરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.