ચૂડા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય એટલે કે કેજીબીવી વિધાલયની હોસ્ટેલમાં વિધાર્થિનીઓ ને ફૂડ પોઈઝનિંગ ની અસર
તાત્કાલિક ચુડા, લીંબડી અને સુરેન્દ્રનગર ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ
·Friday, 17 July 2026 at 02:01 pm
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આવેલ કેજીબીવી વિધાલયની હોસ્ટેલમાં રહેતી 200 થી વધુ વિધાર્થીની ને ફૂડ પોઇઝન ની અસર થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. ફૂડ પોઇઝન થી અસરગ્રસ્ત બનેલી વિધાર્થિનીઓ ને ચુડા, લીંબડી અને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેમાં પાંચ વિધાર્થીની ની હાલત ગંભીર જણાતા સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.
ગુજરાતમાં જિલ્લાના ચુડા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય એટલે કે કેજીબીવી વિધાલયની હોસ્ટેલમાં 270 થી વધુ વિધાર્થિનીઓ રહીને અભ્યાસ કરે છે. ત્યારે આ વિધાર્થિનીઓને ભોજનમાં કોઈ અખાધ વસ્તુ આવી જતાં 200 થી વધુ વિધાર્થિનીઓ ને ફૂડ પોઇઝન ની અસર થતાં પેટમાં દુખાવો, ઝાડા અને ઉલ્ટી થવા લાગી હતી. અસરગ્રસ્ત વિધાર્થિનીઓને સારવાર માટે ચુડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરતું વિધાર્થિનીની સંખ્યા સતત વધતા 108 દ્વારા લીંબડી અને સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં અન્ય વિધાર્થિનીઓને સારવાર માટે લઈ જવામાં આવી હતી. જમવામાં ખીર ખાધા બાદ વિધાર્થિનીઓ ને ફૂડ પોઇઝન ની અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એકસાથે 200 થી વધુ વિધાર્થીની ને ફૂડ પોઇઝન ની અસર થવા છતાં હોસ્ટેલના વોર્ડન કે સંચાલકે વિધાર્થિનીઓ ના પરિવારજનોને જાણ કરવાની પણ તસદી લીધી ન હતી તેમજ હોસ્ટેલના વોર્ડન કે સંચાલક હોસ્પીટલ ખાતે જોવા ન મળતા વિદ્યાર્થીનીઓ ના વાલીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને આ ઘટના માટે જવાબદાર સંચાલક, વોર્ડન સહિતાઓના સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ફૂડ પોઇઝન થી અસરગ્રસ્ત 25 થી વધુ વિધાર્થિનીઓ ને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મનપાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ સહિતના નેતાઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને વિધાર્થિનીઓને તત્કાલિક તમામ પ્રકારની જરૂરી સારવાર આપવા મામલે વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. અને પાંચ જેટલી વિધાર્થીઓની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી હતી
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
