વિવિધ વિભાગોને આંતરિક સંકલન દ્વારા તમામ પ્રશ્નોનો સત્વરે હકારત્મક ઉકેલ લાવવા અનુરોધ કરતાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પુછાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી, વિવિધ વિભાગો વચ્ચે આંતરિક સંકલન દ્વારા નાગરિકોના હિતમાં સત્વરે હકારાત્મક ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ અપાઈ હતી. આ બેઠકમાં શહેરી વિસ્તારના વિવિધ પ્રશ્નોમાં નવા કોમ્યુનિટી હૉલ બાબત, સ્ટોર્મ વૉટરલાઇન, સૂચિત સોસાયટીઓને લગતા પ્રશ્નો, સ્મશાનની જમીન, પોસ્ટ ઑફિસ માટે જમીન ફાળવણી, નવી જનસેવા કચેરી, જાહેર જગ્યાઓ અને રસ્તા પરનાં દબાણો, જમીન માપણીના પ્રશ્નો, નવી તલાટી કચેરી, હાઉસિંગ બોર્ડની જમીન, અશાંતધારો, વીજલાઈન, પોલીસ સ્ટેશનનાં ચાલુ કામ સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરી, હકારાત્મક ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ, પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, કેનાલ રિપેરિંગ, ખેતી સહાયના પ્રશ્નો, સ્વામિત્વ યોજના અંતર્ગત દસ્તાવેજની કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં કામો, આરોગ્ય કેન્દ્રનાં બાકી કામો, બોર્ડની પરીક્ષાનાં નવાં કેન્દ્રો શરૂ કરવા, નવાં બસ સ્ટેશન બનાવવા, નળકાંઠા વિસ્તારમાં નવા વીજફીડર તેમજ વીજળીના અન્ય પ્રશ્નો, ૭/૧૨ના પ્રશ્નો, જમીન માપણી અને રસ્તાના પ્રશ્નો, ગૌચરની જમીન, ગામતળની જમીનો, મુનસર તળાવની સફાઈ સહિત પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓના પ્રશ્નોની ચર્ચા કરી હકારત્મક નિવારણ કરાયું હતું. જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જણાવ્યું કે સંકલનમાં પુછાયેલા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, ત્વરિત નિયમાનુસાર કાર્યવાહી થાય તે જરૂરી છે.