વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ પોલીસ દ્વારા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસ ના નેતાઓની અટકાયત કરીને તેમને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અચાનક મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અટકાયતમાં રહેલા પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. NEET આંદોલનમાં સોનિયા ગાંધીની આ પહેલી પ્રત્યક્ષ ઉપસ્થિતિ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ એ સંવેદનશીલ જગ્યા છે અને 1999 બાદ આજે પહેલી વખત રાહુલ ગાંધી દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા ત્યારબાદ અત્યારે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓને દિલ્હી પોલીસે મુક્ત કર્યા છે નવી દિલ્હીમાં વિધાર્થીઓ પર કરવામાં આવેલી કથિત કાર્યવાહીના વિરોધમાં, કોંગ્રેસે વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ કૂચ કરી અને પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શનમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, અખિલેશ યાદવ સહિતના વિપક્ષ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ માંગ સાથે વિરોધ પક્ષ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ