ડાંગ માં ભારે વરસાદ
પ્રકૃતિ સોળે કળા એ ખીલી
·Wednesday, 22 July 2026 at 07:56 am
ડાંગ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદથી નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ
સતત વરસાદને કારણે અનેક નદી-નાળાઓ છલકાયા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
કેટલાક આંતરિક માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર પ્રભાવિત.ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, લોકોને સાવચેતી રાખવાની અપીલ. જિલ્લા તંત્રે નદી-નાળાઓ અને ધોધ નજીક ન જવા તેમજ અનાવશ્યક મુસાફરી ટાળવા સૂચના આપી.
રાહત અને બચાવ માટે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
