પૂર્ણા નદીની સપાટીમાં વધારો : નીચાણવાળા વિસ્તારોમાં ફાયર ટીમ દ્વારા જાહેર અનાઉન્સમેન્ટ કરી નાગરિકોને સાવચેત રહેવા અપીલ
·Wednesday, 22 July 2026 at 10:53 am
ઉપરવાસમાં સતત વરસાદને પગલે પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમો દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ હાથ ધરી લાઉડસ્પીકર મારફતે જાહેર અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે. નદીની વધતી જળસપાટી અંગે લોકોને માહિતગાર કરી સતર્ક રહેવા, જરૂરી સાવચેતી રાખવા તથા વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.
સાથે જ નાગરિકોને નદી, કાંઠાના વિસ્તારો તથા પાણી ભરાયેલા માર્ગોની નજીક જવાનું ટાળવા, અફવાઓ પર વિશ્વાસ ન કરવા તેમજ માત્ર જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
