શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને પ્રાધાન્ય; માત્ર આવશ્યક સેવાઓ માટે જ ન્યૂનતમ સ્ટાફ રાખવા સૂચના

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને પ્રાધાન્ય આપતા જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોને તા. ૨૩ જુલાઈના રોજ સમગ્ર દિવસ માટે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કારખાનાના સંચાલકો અને કબજેદારોને તમામ શ્રમયોગીઓને સુરક્ષિત રીતે તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે. ઉપરાંત માત્ર આવશ્યક અને તાકીદની સેવાઓ માટે જરૂરી ન્યૂનતમ સ્ટાફને જ તમામ સલામતીના પગલાં સાથે ફરજ પર રાખવાની સૂચના આપવામાં આવી છે.

આ સાથે જોખમી રસાયણો, મશીનરી, વિદ્યુત વ્યવસ્થા તેમજ અન્ય મહત્વપૂર્ણ સાધનોને સલામત સ્થિતિમાં રાખવા જરૂરી તકેદારી રાખવા જણાવાયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી તમામ સૂચનાઓનું કડક પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે, આ નિર્ણય શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે.