મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અતિવૃષ્ટિગ્રસ્ત બોપલ વિસ્તારની મુલાકાત લીધી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે અતિવૃષ્ટિગ્રસ્ત બોપલ વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાતમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા અમદાવાદ શહેરના મેયર શ્રી હિતેશભાઈ બારોટ પણ જોડાયા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
ભારે વરસાદને કારણે બોપલ વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ પોતે પાણીમાં ઊતરીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટ તેમજ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારસન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની તેમજ પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગહલોત સહિતના વરિષ્ઠ અધિકારઓ સાથે સ્થળ પર જ મુલાકાત કરીને વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી.

