દુબઈથી મુંબઈ આવતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
સુરક્ષિત લેન્ડિંગ થી મુસાફરોનો બચાવ
·Monday, 27 July 2026 at 10:35 am
દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ (IGO1452)માં અચાનક સ્મોકની વોર્નિંગ મળતા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એરક્રાફ્ટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો નીકળતો હોવાની જાણ થતાં જ પાયલટે ત્વરિત નિર્ણય લઈને ક્લાઈટને સરક્ષિત રીતે
દુબઈથા મુંબઈ આવતા ઈન્ડિગાની ફ્લાઈટ (IGO1452)માં અચાનક સ્મોકની વોર્નિંગ મળતા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એરક્રાફ્ટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો નીકળતો હોવાની જાણ થતાં જ પાયલટે ત્વરિત નિર્ણય લઈને ફ્લાઈટને સુરક્ષિત રીતે રાજકોટ ડાયવર્ટ કરી હતી.
ઈન્ડિગોની ફ્લાઈટ જે દુબઈથી મુંબઈ તરફ આવી રહી હતી. ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સહિત 194 મુસાફરો સવાર હતા. ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટ (માલસામાન રાખવાના ભાગ)માં સ્મોક (ધુમાડો) થયો હોવાની જાણ થઈ હતી. ફ્લાઈટમાં સ્મોકની ફરિયાદ મળતા જ મુસાફરોમાં ડર અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, એરપોર્ટ ઓથોરિટી અને પાયલટની સમયસૂચકતાને કારણે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરક્રાફ્ટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું હતું, જેથી તમામ 194 મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
