જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર તથા સ્વામિનારાયણ યુનિવર્સિટી, સઈજ દ્વારા સંયુક્ત ઉપક્રમે તા.૨૯/૦૭/૨૦૨૬ના રોજ રોજગાર ભરતીમેળો યોજાશે
·Monday, 27 July 2026 at 01:38 pm
*જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર તથા સ્વામિનારાયણ યુનિવર્સિટી, સઈજ દ્વારા સંયુક્ત ઉપક્રમે તા.૨૯/૦૭/૨૦૨૬ના રોજ રોજગાર ભરતીમેળો યોજાશે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર તથા સ્વામિનારાયણ યુનિવર્સિટી, સઈજ દ્વારા સંયુક્ત ઉપક્રમે તા.૨૯/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સ્વામિનારાયણ યુનિવર્સિટી, સઈજ, તા.કલોલ, જી.ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ., કોઈપણ સ્નાતક કક્ષાના ઉત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઈ શકશે. ઈચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.govn ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતીમેળાનું અનુબંધમ જોબફેર આઈ.ડી. JF422374720 છે.
ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાના જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે એમ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
