હવામાન વિભાગ દ્વારા તા.૩૧ જુલાઈથી તા.૦૨ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યની સાથે ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે નાગરિકોને મદદરૂપ થવા માટે તેમજ રાહત બચાવની કામગીરી માટે જિલ્લામાં કાર્યરત કંટ્રોલ રૂમ દ્વારા ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે. જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈ મુશ્કેલીના સમયે ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (જિલ્લા કંટ્રોલ રૂમ) ટેલિફોન નં. ૦૭૯(૨૩૨)૫૬૭૨૦, મો. નં. ૮૧૪૧૦૬૯૬૭૮, ગાંધીનગર તાલુકામાં કંટ્રોલ રૂમ નં. ૦૭૯ (૨૩૨)૫૯૦૭૪, મો.નં. ૭૫૬૭૦૦૨૫૯૪, દહેગામ તાલુકામાં કંટ્રોલ રૂમ નં. ૯૪૨૬૦૭૬૭૧૭, મો.નં. ૮૯૮૦૩૫૫૭૫૨, કલોલ તાલુકામાં કંટ્રોલ રૂમ નં. ૦૦૨૭૬૪-૨૨૦૪૧૪, મો.નં. ૯૦૧૬૯૨૪૮૫૨, માણસા તાલુકામાં કંટ્રોલ રૂમ નં. ૦૦૨૭૬૩-૨૭૦૬૬૨, મો.નં. ૯૪૨૬૨૩૭૦૨૨ ઉપર જાણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.