અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી તથા પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા સર્વોપરી રાખવાના હેતુથી અમદાવાદના તમામ લેક-ગાર્ડનમાં આગામી બે દિવસ માટે જાહેર જનતાનો પ્રવેશ પ્રતિબંધિત (બંધ) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આગામી બે દિવસ દરમિયાન કોઈપણ લેક-ગાર્ડનમાં મુલાકાત લેવાનો પ્રયાસ ન કરે તેમજ જાહેર કરવામાં આવેલી સૂચનાનું પાલન કરવામાં આવે.