રાજ્યમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ધોધમાર વરસાદ આવ્યુ છે ત્યારે રાજ્યના અનેક ડેમો ઓવરફલોની સ્થિતિમાં છે ત્યારે નવા પાણીની આવક ના કારણે અનેઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં ૨૨,૬૬૬ ક્યુસેક પાણીની નવી આવક થતાં ડેમના ૧૦ દરવાજા ૧.૮૨ મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેમાંથી હાલ ૨૦,૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત તેમજ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.