અસામાજીક તત્વો સામે લાલ આંખ કરતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત
નાગરિકોને ડર રાખ્યા વિના 112 પર ફરિયાદ કરવા અપીલ
·Friday, 7 August 2026 at 06:43 am
અમદાવાદમાં કાયદો અને પરિસ્થિતિ નો કડક અમલ થાય અને ગુનેગારો ને કાયદાનું ભાન કરાવવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સીધી નજર રાખી રહ્યા છે ગઈકાલે સિંધુભવન રોડ ઉપર મોડી રાત્રે અધિકારીઓ સાથે શહેરમાં નાઈટ રાઉન્ડનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા આ દરમિયાન મોડી રાત્રે સિંધુ ભવન માર્ગ ઉપર ગાડીઓ ઉભી રાખીને સગન પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી મોડી રાત્રે આરોપીઓ શહેરમાં કોઈ ગેરકાયદેસર કામની હેરાફેરી ના કરે તે માટે આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ અંગે મીડિયા સાથે વાત કરતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે નાગરિકો કોઈપણ જાતના ભય કે ડર્ વિના 112 ઉપર વિના સંકોચે ફરિયાદ નોંધાવી શકે છે આગળની કાર્યવાહી કરવાની જવાબદારી પોલીસની છે આરોપીઓને તેમને ચેતવણી આપી હતી કે નિર્દોષ નાગરિકોને હેરાન કરતા અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
