પશ્ચિમ રેલવેના વાણિજ્ય વિભાગમાં કાર્યરત રેલ કર્મચારીઓ સાથે “સંવાદ” કાર્યક્રમનું આયોજન 08 ઓગસ્ટ 2026ના રોજ મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું નેતૃત્વ પશ્ચિમ રેલવેના પ્રધાન મુખ્ય વાણિજ્ય પ્રબંધક શ્રી તરુણ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંવાદ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના વિવિધ મંડળોમાંથી વાણિજ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.

રેલ કર્મચારીઓ સાથે સીધો સંવાદ

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

સંવાદ દરમિયાન પેસેન્જર માર્કેટિંગ, ટિકિટ બુકિંગ, આરક્ષણ, ટિકિટ ચેકિંગ, કેટરિંગ તેમજ આવકમાં વૃદ્ધિ સાથે સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ, ફિલ્ડ સ્તરે નીતિઓના અસરકારક અમલીકરણ તેમજ કાર્યક્ષમતા વધારવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં બુકિંગ ક્લાર્ક, રિઝર્વેશન ક્લાર્ક, કોમર્શિયલ સુપરવાઇઝર, કોમર્શિયલ ઇન્સ્પેક્ટર, ટિકિટ ચેકિંગ સ્ટાફ, કેટરિંગ સ્ટાફ સહિત વાણિજ્ય વિભાગના વિવિધ કર્મચારીઓને પોતાની સમસ્યાઓ, સૂચનો તેમજ કાર્યઅનુભવો સીધા જ વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ રજૂ કરવાની તક મળી.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મુખ્યાલય સ્તરના વરિષ્ઠ અધિકારીઓ અને મંડળ સ્તરે કાર્યરત કર્મચારીઓ વચ્ચે સીધો અને અસરકારક સંવાદ સ્થાપિત કરવાનો, કાર્યસ્થળ પર આવતી વ્યવહારિક પડકારોને સમજવાનો તેમજ મુસાફર સેવાઓ અને વાણિજ્યિક કામગીરીમાં વધુ સુધારા માટે સૂચનો મેળવવાનો હતો.

ઉત્કૃષ્ટ કાર્ય માટે ‘મેરિટ સર્ટિફિકેટ’થી સન્માન

જાહેરાતAdvertisement

કાર્યક્રમ દરમિયાન વાણિજ્ય વિભાગમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર 3 અધિકારીઓ અને 32 કર્મચારીઓને પશ્ચિમ રેલવેના પ્રધાન મુખ્ય વાણિજ્ય પ્રબંધક શ્રી તરુણ જૈન દ્વારા ‘મેરિટ સર્ટિફિકેટ’ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવેના વિવિધ મંડળોમાંથી પસંદ કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તેમની નોંધપાત્ર કામગીરી, સમર્પણ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

સન્માનિત અધિકારીઓમાં શ્રીમતી નીલા દેવી ઝાલા, ડીસીએમ–ભાવનગર, શ્રી હાફિઝ ખાન, એ.સી.એમ.–અમદાવાદ તથા શ્રી ગૌરવ જૈન, એ.સી.એમ.–વડોદરાનો સમાવેશ થાય છે.

અમદાવાદ મંડળના કર્મચારીઓમાં શ્રી રાહુલ ગ્રોવર, શ્રી ગિરીશ રાવલ, શ્રી મયૂર સિંહ રાજપૂત, શ્રી વિજય દત્ત, શ્રીમતી શીતલ જૈન, શ્રી નિલેશ જાની, શ્રી કુણાલ માવતા, શ્રી સુરેન્દ્ર સિંહ તથા શ્રી જોગારામને તેમની ઉત્કૃષ્ટ કાર્ય માટે ‘મેરિટ સર્ટિફિકેટ’ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા.

આ “સંવાદ” કાર્યક્રમ વરિષ્ઠ અધિકારીઓ અને જમીની સ્તરે કાર્યરત કર્મચારીઓ વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરવા, કર્મચારીઓના કાર્યસંબંધિત પડકારોને સમજવા તેમજ મુસાફર સેવાઓ અને વાણિજ્યિક કામગીરીને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થયો.

આ પ્રસંગે મંડળ વાણિજ્ય પ્રબંધક ડૉ. અંકુર દેસાઈ, સહાયક વાણિજ્ય પ્રબંધક શ્રી સંજય યાદવ, સહાયક વાણિજ્ય પ્રબંધક શ્રી યજુષ આચાર્ય સહિત પશ્ચિમ રેલવેના વિવિધ મંડળોમાંથી ઉપસ્થિત વાણિજ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા.