અમદાવાદના ટાગોર હોલ ખાતે ભારત વિકાસ પરિષદ પાલડી શાખા દ્વારા ‘રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતા’ ભવ્યતાથી સંપન્ન: વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક ચેતનાનો સંચાર થયો
·Sunday, 9 August 2026 at 10:41 am
વિદ્યાર્થી કાળથી જ યુવા પેઢીમાં ભારતીય સભ્યતા, સંસ્કૃતિ અને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ઉદાત્ત ભાવના સુદ્રઢ કરવાના હેતુથી ભારત વિકાસ પરિષદ – પાલડી શાખા દ્વારા આજે ટાગોર હોલ ખાતે ‘રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદ શહેરની વિવિધ શાળાઓના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને
સાંસ્કૃતિક અને રાષ્ટ્રભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું સ્પર્ધક વિદ્યાર્થીઓએ હિન્દી અને સંસ્કૃત ભાષામાં વીર રસ તેમજ દેશપ્રેમથી સભર ગીતોની રજૂઆત કરી હતી. સંગીતના તાલે ગૂંજી ઊઠેલા રાષ્ટ્રભક્તિના ગીતોએ સમગ્ર ટાગોર હોલના વાતાવરણને દેશપ્રેમ અને ઊર્જાથી ભરી દીધું હતું. 20 થી પણ વધુ ટીમોના 200 જેટલા બાળકો એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો
વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલા હિન્દી-સંસ્કૃત ગીતોએ પ્રાદેશિકતાથી પર થઈને રાષ્ટ્રીય એકતાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.
‘સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ’ના મૂલ્યોને ભારત વિકાસ પરિષદ સમાજ સુધી પહોંચાડે છે ભારત વિકાસ પરિષદના પાલડી શાખાના પ્રમુખ ચંદ્રેશભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે બાળકોમાં દેશપ્રેમ રાષ્ટ્રભક્તિ ના ગુણો વિદ્યાર્થી કાળ જ વિકસે તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
