સંત શ્રી પુનિત મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વાલમ બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા માનવતા ચરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા 30 થી પણ વધુ બાળકોએ 2000 કરતા પણ વધુ સીડ બોલ તૈયાર કર્યા હતા જે આજે ટ્રસ્ટ દ્વારા હિંમતનગર પાસેના ભવનાથ મહાદેવ મંદિર પાસે જ્યાં વનવિસ્તાર છે ત્યાં સીડ બોલમાંથી તૈયાર થયેલા રોપા રોપવામાં આવ્યા હતા આ બાળકો દ્વારા લોકોને પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજે સંત પુનિત મહારાજ ની પુણ્યતિથિ નિમિત્તે યુવક મંડળ દ્વારા ભાખરી દાન પણ કરવામાં આવ્યું હતું સાથે જ શામળાજી મંદિર પરિસરમાં જરૂરિયાતમંદ લોકોને કેસર દૂધ અને કેળા વેફરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષે માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ અને વાલમ બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા પુનિત મહારાજની પુણ્યતિથિ નિમિત્તે સેવા કાર્યો કરીને તેમને વંદન કરવામાં આવે છે
સંત પુનિત મહારાજની પુણ્યતિથિ બાળકોએ આપ્યો પર્યાવરણનો સંદેશ
બાળકોએ તૈયાર કર્યા 2,000 થી પણ વધુ સીડ બોલ વન્ય વિસ્તારોમાં કર્યું વિતરણ
N
Nimisha Bhatt
