માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ અને વાલમ બ્રાહ્મણ યુવક મંડળદ્વારા પર્યાવરણની જાળવણીના હેતુથી વન વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરી જંગલમાંથી દૂર કરવામાં આવ્યો હતો. સંસ્થાના સભ્યોએ જંગલમાં ફરીને પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ સહિતનો કચરો એકત્ર કર્યો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ જંગલને સ્વચ્છ રાખવા સાથે પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ કરવાનો છે. સંસ્થાએ લોકોને પણ જંગલ અને કુદરતી વિસ્તારોમાં કચરો ન ફેંકવા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી.