મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના નિવાસ્થાને લહેરાવ્યો તિરંગો
આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૭૦ લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે
·Thursday, 13 August 2026 at 04:49 am

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૯મી થી ૧૭ મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે
મખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૧૩મી ઓગસ્ટ, ગુરુવારે સવારે ગાંધીનગરમાં પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સહભાગી થયા હતા
આ વર્ષે દેશના 80માં સ્વતંત્રતા પર્વ અને વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીની થીમ પર આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહિ, ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા ગામડાઓથી લઈને રાજ્યના મોટા શહેરો સુધી તમામ જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન પણ વ્યાપક જનભાગીદરીથી કરવામાં આવી રહ્યું છે
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
