અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકના કલોલ ગ્રોથ સેન્ટરમાં અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ આગળ નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે દર વર્ષે ચોમાસાની ઋતુમાં ભારે પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ રહેતું હતું. જેના કારણે મુખ્ય હાઇવે પરથી પસાર થતાં વાહનવ્યવહારને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ અર્થે ઔડા દ્વારા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરીને પૂર્ણ કરવામાં આવ્યો છે. ઔડા દ્વારા કલોલ સ્વામિનારાયણ ગુરૂકુળ આગળથી પલસાણા રોડ થઈને સઇજ-હાજીપુર કાંસ સુધી વરસાદી પાણીના નિકાલ માટે ૯૦૦ મી.મી. વ્યાસ ધરાવતી ૨૪૨૦ મીટર લંબાઈની પાઈપલાઈન નાખવાની કામગીરી રૂ. ૩૧૦.૨૭ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ચાલુ ચોમાસા દરમિયાન અમદાવાદ-મહેસાણા હાઇવે ઉપર સ્વામિનારાયણ ગુરૂકુળની ઉપરની બાજુએ આવેલ એસ.ટી. વર્કશોપથી લઈને ગુરૂકુળ આગળ જે પાણી અગાઉના વર્ષોમાં ભરાઈ રહેતું હતું, તેનો નિકાલ ઔડા દ્વારા નાખવામાં આવેલી ૯૦૦ મી.મી. વ્યાસની આ પાઇપલાઇન મારફતે સઇજ, હાજીપુર કાંસમાં સફળતાપૂર્વક થઈ રહ્યો છે.

આ સફળ આયોજનના પરિણામે વર્તમાન ચોમાસાની ઋતુમાં સ્વામિનારાયણ ગુરૂકુળ આગળ વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું છે, જેથી વાહનચાલકો અને સ્થાનિક રહીશોને મોટી રાહત મળી છે.