શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના ત્રિદિવસીય પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ ના બીજા દિવસે મુખ્ય વક્તા તરીકે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ સત્રના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી પ્રદીપ પરમાર ની ઉપસ્થિતિમાં આયોજિત બીજા સત્રમાં સહભાગી બની માર્ગદર્શન મેળવ્યું. ઉલ્લેખનીય છે કે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અને વધુમાં વધુ લોકો સુધી ભારતીય જનતા પાર્ટીના વિચારોને પહોંચાડવા માટે આ પ્રશિક્ષણ વર્ગ મહા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાનના સહસંયોજક તથા ઉત્તર ઝોનના ઇન્ચાર્જ વિજયભાઈ પંડ્યા સહિત અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ.