સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ગાંધીનગર ખાતે સમર્પણ સ્વામી વિવેકાનંદ અભ્યાસ વર્તુળનો શુભારંભ
·Friday, 21 August 2026 at 01:09 pm
ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ખાતે સમર્પણ સ્વામી વિવેકાનંદ અભ્યાસ વર્તુળના ઉદઘાટન પ્રસંગે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ગાંધીનગર શાખાના સંયુક્ત તત્વધાનમાં ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રસિંહજી વાઘેલાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લાની મહાવિદ્યાલયમાં ભાઈઓ બહેનો માટે દેશ ભક્તિ ગીત ગાન સ્પર્ધાનું આયોજન સંસ્થાના હૃદયકુંજ સમા કેન્દ્ર સ્થાને જિલ્લાની ૮ કોલેજોમાંથી ૩૨ વિધાર્થી ભાઈઓ બહેનોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સમર્પણ એજયુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસ રજીસ્ટ્રાર ડૉ એમ ડી પાંડે, વિવેકાનંદ કેન્દ્ર ગાંધીનગર નગર પ્રમુખ પ્રાધ્યાપક હર્ષલબેન તુવાર અને સહકાર્યકર મનોવિજ્ઞાનિક ધ્રુમાબેન પીનારા માર્ગદર્શક તેમજ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા, કોલેજના આચાર્ય ડૉ આશિષ જનકરાય દવે એ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત સાથે સ્વામીજીના જીવનમાંથી "જીવનમાં સ્પર્ધા જરૂરી છે, પરંતુ આ સ્પર્ધા સ્વયં સાથે જ હોવી જોઇએ, આપણી આજની સ્પર્ધા આપણી ગઈ કાલ સાથે કરીશુ તો રાગ દ્વેષથી પર રહી પરમાનંદ પ્રાપ્ત થઈ શકે છે" ધ્રુમાબેન પીનારાએ પરિશ્રમ, શૌર્ય અને સામર્થ્યનું મહત્વ સમજાવતા જણાવ્યું કે સિંહ પોતાના સામર્થ્યથી જંગલનો રાજા બને છે તેને કોઈ રાજ્યાભીષેકની જરૂરિયાત નથી હોતી માટે સામર્થ્ય કેળવો, હર્ષલ બેન તુ વા રે સ્વામી વિવેકાનંદ કેન્દ્રના વિવિધ પ્રકલ્પોથી માહિતગાર કર્યા.
કાર્યક્રમનું સંચાલન કોલેજની વિધાર્થિનીઓ દ્વારા, આભાર વિધિ રાષ્ટ્રીય સેવા યોજના સહ પ્રોગ્રામ ઓફિસર પ્રા. વૈભવ કોઠારી દ્વારા અને સુંદર વ્યવસ્થા ગીત-સંગીત-નૃત્ય ધારાના વિદ્યાર્થીઓ તેમજ એન.એસ.એસ. વોલિન્ટિયર્સ દ્વારા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન સમર્પણ સ્વામી વિવેકાનંદ અભ્યાસ વર્તુળના સંયોજીકા ડૉ. ઋચાબેન બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેઓએ જણાવ્યું હતુ કે આ અભ્યાસ વર્તુળ વ્યક્તિ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રક્રિયા કરતુ રહેશે અને તેમાં જિલ્લાની દરેક કોલેજોનો આજ મુજબ સહકાર મળશે તેની શ્રધ્ધા છે. પરિણામની ઘોષણા, પ્રમાણપત્ર વિતરણ પશ્ચાત
રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
