હિંમતનગરમાં સિનિયર સિટીઝન એસોસિએશન ની ૨૦ મી જનરલ સભા નુ આયોજન કરવામાં આવ્યું સંસ્થા ના પ્રમુખ શ્રી ગિરીશ ભાઈ ત્રિવેદી ના અધ્યક્ષ સ્થાને સિનિયર સિટીઝન એસોસિએશન હિંમતનગર ની જનરલ સભા એજન્ડા ના કામ સારું મળી હતી જેમાં વર્ષ દરમીયાન કરવામાં આવેલ પ્રવૃતિ ઓ નો અહેવાલ, ૨૦૨૫-૨૦૨૬ ના વર્ષ નું ઓડિટ થયેલ સરવૈયું, સંધ્યા દર્શન મુખ પત્ર ના હિસાબો રજુ થયા જેને સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યા હતા ઉપરાંત દર વર્ષ ની જેમ ચાલુ ૨૦૨૬ ના વર્ષ માં જે સભ્યો ૮૦ વર્ષ ના થયા છે તેઓ નું સંસ્થા ના હોદેદારો દ્વારા શુભેરછા ઓ સાથે ફુલ છડી, શોલ ઓઢાડી સન્માનિત કર્યા.. આભારવિધિ, સમૂહ માં રાષ્ટ્રીય ગીત સાથે સભા સંપન્ન કરવામાં આવી. છેલ્લે સ્વ રુચિ ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો.