વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત ના 136 માં એપિસોડને હિંમતનગરના ભારતીય જનતા પાર્ટીનાકાર્યકર્તા ઓ એ સાથે બેસીને નિહાળ્યો હતો હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના ચેરમેન અને વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર ધર્મરાજસિંહ દેવડા ના નિવાસ્થાને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ઓ એ સાથે બેસી ને નિહાળ્યો હતો મન કીબાત’ના 136મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધન મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપણા જીવનમાં કેટલીક તારીખો એવી હોય છે કે જેને યાદ રાખવા માટે કેલેન્ડર જોવાની જરૂર પડતી નથી. આજે 26 જુલાઇ એવી જ એક તરીખ છે. આજે “કારગિલ વિજય દિવસ” છે. આ દિવસ આપણને ગર્વથી ભરી દે છે. આ દિવસ આપણને વીર જવાનોના અદભૂત સાહસોની યાદ અપાવે છે. કારગિલની ઊંચી ઊંચી પહાડીઓ, ખરાબ હવામાન અને દુશ્મનોનો પડકાર – આવી બધી જ પરિસ્થિતિ આપણા જવાનો સામે હતી, પરંતુ તેમની હિંમત દરેક પડકારોથી મોટી હતી. તેમણે માં ભારતીની રક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. આજે “કારગિલ વિજય દિવસ” પર હું બધા જ વીર શહીદો અને વીર સૈનિકોને શ્રધ્ધા પૂર્વક નમન કરું છું.