‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર તથા દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.
તિરંગા યાત્રા દરમિયાન 300 ફૂટ લાંબો વિશાળ તિરંગો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. AMC સ્કૂલ બોર્ડના શિક્ષકોએ આ વિશાળ તિરંગા સાથે યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નાદ સાથે શિક્ષકોએ સમગ્ર યાત્રામાર્ગને દેશભક્તિના રંગે રંગી દીધો હતો.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ ભવ્ય તિરંગા યાત્રામાં તિવારી ભવનથી જોગણી માતા મંદિરના યૂ-ટર્ન સુધીના માર્ગ પર તેમજ SRK ટ્રાન્સપોર્ટથી ટોયલેટ બ્લોક પાસેના માર્ગ સુધી AMC સ્કૂલ બોર્ડના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હાથમાં તિરંગો અને હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે શિક્ષકોનો ઉત્સાહ સમગ્ર યાત્રા દરમિયાન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
AMC સ્કૂલ બોર્ડના શિક્ષકોની આ વિશાળ સહભાગિતાએ રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું ગૌરવ વ્યક્ત કરવાની સાથે વિદ્યાર્થીઓમાં પણ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરની ભાવના કેળવવાનો સુંદર સંદેશ આપ્યો હતો. શિક્ષકોએ તિરંગા યાત્રા દ્વારા ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને ઉજાગર કરી હતી.
વિશાળ તિરંગા સાથે AMC સ્કૂલ બોર્ડના શિક્ષકોની ઉત્સાહભેર સહભાગિતાએ સમગ્ર આયોજનને વધુ ભવ્ય અને યાદગાર બનાવ્યું હતું. આ યાત્રાએ અમદાવાદના નાગરિકોમાં રાષ્ટ્રભક્તિ, એકતા અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.

