સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરેરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026 પસાર થતા - આવકારતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
·Friday, 31 July 2026 at 01:01 pm
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે.
માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે.
પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે.
આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
