પાટણના યાત્રીઓ માટે ખુશખબર: 21 ઓગસ્ટથી ભગત કી કોઠી-ચેન્નાઈ સુપરફાસ્ટ એક્સપ્રેસનુ પાટણ સ્ટેશન પર સ્ટોપેજ
·Wednesday, 19 August 2026 at 12:08 pm
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખતાં *ટ્રેન નંબર 20626/20625 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસ (પાંચ દિવસ પ્રતિ સપ્તાહ) નું પાટણ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.* આ સ્ટોપેજ *21 ઓગસ્ટ 2026 (શુક્રવાર) થી પ્રભાવી* થશે.
ટ્રેન નંબર 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસનું તારીખ 21 ઓગસ્ટ 2026 થી દરેક સોમવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર અને રવિવારે પાટણ સ્ટેશન પર 11:35 કલાકે આગમન તથા 11:37 કલાકે પ્રસ્થાન થશે. એ જ રીતે, ટ્રેન નંબર 20625 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ– ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 21 ઓગસ્ટ 2026 થી દરેક સોમવાર, મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર અને રવિવારે સાંજે 19:35 કલાકે પ્રસ્થાન કરશે તથા ત્રીજા દિવસે પાટણ સ્ટેશન પર સવારે 03:57 કલાકે આગમન તથા 03:59 કલાકે પ્રસ્થાન કરશે.
આ સ્ટોપેજથી પાટણ અને આસપાસના વિસ્તારોના યાત્રીઓને ચેન્નાઈ, રાજસ્થાન તથા માર્ગમાં આવનારા મુખ્ય શહેરો માટે રેલવે યાત્રાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે.
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
