વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને પોરબંદરમાં 27,500 કરોડના મેગશિપ બિલ્ડીંગ યાર્ડને મંજૂરી આપવા બદલ આભાર માનતા મંત્રી અર્જુન મોઢવાડિયા
વડાપ્રધાન નું પરંપરાગત પાઘડી અને સાલ અર્પણ કરીને કર્યું સન્માન
·Tuesday, 4 August 2026 at 12:02 pm

માન. મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જી સાથે મુલાકાત કરીને પોરબંદરમાં રૂ.૨૭,૫૦૦ કરોડના મૂડીરોકાણથી મેગાશિપ બિલ્ડિંગ યાર્ડને મંજૂરી આપવા બદલ આભાર માન્યો અને પરંપરાગત પાઘડી પહેરાવી તેમજ સાલ અર્પણ કરીને સન્માન કર્યું. મુલાકાત દરમિયાન માન. મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના વિભાગની કામગીરી અંગે માનનીય વડાપ્રધાનશ્રીને વિસ્તુત માહિતી આપી. સાથે જ પોરબંદર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા થઈ રહેલા વિકાસના કામો બાબતે ચર્ચા કરીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
