ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદની AMC સંચાલિત તમામ આંગણવાડીઓ 03 ઓગસ્ટ સુધી બંધ રહેશે અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાવચેતીના પગલારૂપે AMC સંચાલિત તમામ આંગણવાડીઓ સોમવાર, તા. 03 ઓગસ્ટ 2026 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદ દરમિયાન બાળકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ સંભવિત જોખમોને ટાળી શકાય તે માટે AMC સંચાલિત તમામ આંગણવાડીઓમાં કામગીરી તા. 03 ઓગસ્ટ 2026 સુધી સ્થગિત રહેશે