અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના વ્યવસ્થાપન અને સંગ્રહ માટે સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. AMCના પૂર્વ ઝોન વિસ્તારમાં આવેલા કુલ 37 તળાવોમાં વરસાદી પાણીને ડાયવર્ટ કરી તળાવોમાં સંગ્રહિત કરવામાં આવી રહ્યું છે.

AMC હેલ્થ કમિટી ચેરમેન શ્રી દીપક પંચાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પૂર્વ ઝોન વિસ્તારમાં આવેલા તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે હેતુથી વરસાદી પાણીને તળાવો તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ઉનાળાની ઋતુ દરમિયાન સૂકાઈ ગયેલા અનેક તળાવો હાલના ચોમાસામાં વરસાદી પાણીના સંગ્રહથી ફરી પાણીથી ભરાઈ ગયા છે. આ કામગીરીના પરિણામે એક તરફ વરસાદી પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે, તો બીજી તરફ આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ મળી રહી છે.

પૂર્વ ઝોનના નિકોલ ગામ તળાવ, વસ્ત્રાલ ગામ તળાવ, રામોલ વિસ્તારના ગફૂરવસ્તી તળાવ, ઢેકાટી તળાવ, તળાવડીના છાપરા તેમજ ઓઢવ ગામ તળાવ સહિતના વિવિધ તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

શ્રી દીપક પંચાલે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન માત્ર પાણીના નિકાલ પર જ નહીં, પરંતુ વરસાદી પાણીને સંસાધન તરીકે ઉપયોગી બનાવવાના અભિગમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી પાણીનો તળાવોમાં સંગ્રહ થવાથી જળસંચયને પ્રોત્સાહન મળે છે અને શહેરના પર્યાવરણ તથા જળવ્યવસ્થાપન માટે આ એક સકારાત્મક અને મહત્વપૂર્ણ પગલું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન, જળસંચય અને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઘટાડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.