ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 8, 9,10 સપ્ટેમ્બર ત્રણ દિવસ યોજાશે
·Monday, 3 August 2026 at 02:43 pm
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી આઠથી 10 સપ્ટેમ્બર સુધી યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15મી વિધાનસભાના 9 મા સત્રનું આહ્વાન કરતા ગુજરાત વિધાનસભાએ સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું, આ સત્ર માટે ધારાસભ્યો આગામી 20 ઑગસ્ટ સુધી પોતાના પ્રશ્નો ઑનલાઈન અને પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી મોકલી શકશે.
આગામી છ સપ્ટેમ્બરે યોજાનારી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિધાનસભાની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરાશે એમ પણ શ્રી ચૌધરીએ ઉમેર્યું.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
