દેશભરમાં આજે 80 મો સ્વાતંત્ર દિવસ પૂરા ઉત્સાહ અને ઉમંગથી મનાવવામાં આવી રહ્યો છે દેશભક્તિના રંગે આજે આખો દેશ રંગાયો છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત કર્મધામ ટ્રસ્ટ દ્વારા 80 મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ તથા વિવિધ સંગઠન ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જગદીશ ભાઈ તથા વક્તા શ્રી પરિમલભાઈ પંડિત કર્મધામના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ સોરઠીયા તથા અન્ય અધિકારી ગણ ઉપસ્થિત રહેલ આ પ્રસંગે દેશ માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા અને વધુમાં વધુ લોકો રાષ્ટ્રભક્તિ અને દેશ પ્રેમ ના ગુણો અપનાવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો
કર્મધામ ટ્રસ્ટ દ્વારા 80 મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી
Saturday, 15 August 2026 at 03:37 pm

