અમદાવાદ શહેરમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિવિધ ઝોન અને વિસ્તારોમાં જરૂરિયાતમંદ નાગરિકોને ફૂડ પેકેટ્સ તથા નાસ્તાના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. 24 જુલાઈ 2026ના રોજ કરવામાં આવેલી કામગીરી અંતર્ગત ગોતા હાઉસિંગ વિસ્તારમાં 1,500 ફૂડ પેકેટ, સરખેજ વિસ્તારમાં 500 ફૂડ પેકેટ, અસારવા વિસ્તારમાં 1,000 ફૂડ પેકેટ, દુધેશ્વર વિસ્તારમાં 500 નાસ્તાના પેકેટ તથા પૂર્વ ઝોન- વિરાટનગર વિસ્તારમાં 700 નાસ્તા અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, AMC સેન્ટ્રલ ઝોન દ્વારા શંકર ભુવન છાપરા વિસ્તારમાં 500 ફૂડ પેકેટ તેમજ પૂર્વ ઝોનના મધુમાલતી વિસ્તારમાં 1,200 નાસ્તા અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. AMCની ટીમ દ્વારા મલાવ તળાવ વિસ્તારમાં 500 નાસ્તાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ગોતા તળાવ વિસ્તારમાં 200 ફૂડ પેકેટ અને નિતિનગર વિસ્તારમાં 200 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગોમતીપુરમાં 500 ફૂડ પેકેટ, દાણીલીમડા વિસ્તારમાં 500 ફૂડ પેકેટ તથા વસ્ત્રાલ વિસ્તારમાં 1,100 ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.