બનાસકાંઠાના થરા ખાતે આવેલી  શ્રી જે. વી. શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર એ NQAS નેશનલ લેવલ સર્ટિફિકેટ મેળવ્યા બાદ, ઉત્તમ, ત્વરિત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ માટે કેન્દ્ર ના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં એક માત્ર થરા ની સરકારી હોસ્પિટલ ને  સતત બીજી વાર 'LaQshya' નેશનલ લેવલ સર્ટિફિકેટ આપી ઉત્તમ આરોગ્ય સેવા ની મહોર મારી છે અને રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોને આરોગ્ય ની વિશેષ કાળજી રાખી દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રાજ્યમાં આવેલી અન્ય હોસ્પિટલો ને પ્રેરણા પૂરી પાડી છે અત્યાર સુધી આ હોસ્પિટલમાં વર્ષ 2025/26 માં 1500 જેટલા મેઝર અને માયનોર ઓપરેશન કરાયા છે 1800 પ્રસુતિ અને 81 હજાર થી વધુ ઓપીડી નોંધાઈ છે હોસ્પિટલમાં આવતા દર્દીઓએ પણ સરકારની આ સેવાથી સંતોષ વ્યક્ત કર્યો હતો આ અંગે હોસ્પિટલ ના અધિક્ષક ડૉ ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આખા દેશમાં દર બે હોસ્પિટલ ને સરકારી હોસ્પિટલોને કેન્દ્ર સરકાર દ્વારા આવું લક્ષ્ય અને NQAS નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને તેમાં આખા રાજ્યમાં સતત બીજી વખત કેન્દ્ર સરકારે થરા રેફરલ હોસ્પિટલની આ પ્રમાણપત્ર આપ્યું છે તેની અમને ખુશી છે