અમદાવાદમાં ચિરિપાલ ગ્રુપ દ્વારા ઇન્ટરનેશનલ મેન્સ ડેની અનોખી અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ગ્રુપની વિવિધ કંપનીઓના 500થી વધુ પુરુષ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કર્મચારીઓના યોગદાન, સમર્પણ અને મહેનતને બિરદાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં સંગીત, ગેમ્સ, ફોટોગ્રાફી સેશન અને સ્ટેન્ડ-અપ કોમેડી સહિતની વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
કાર્યક્રમની શરૂઆત ઓફિસના રિસેપ્શન પર સંગીત સાથે કર્મચારીઓના સ્વાગતથી કરવામાં આવી હતી. આ પ્રસંગે દરેક પુરુષ કર્મચારીને પ્રશંસાના પ્રતીકરૂપે છોડનો રોપો ભેટ આપવામાં આવ્યો હતો. કર્મચારીઓ માટે વ્યક્તિગત અને ગ્રુપ ફોટોગ્રાફી કરાવી શકાય તે માટે ખાસ ફોટો બૂથ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ઓફિસના ગાર્ડનમાં ગેમ્સ અને વિવિધ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ સાથે ઉજવણીને આગળ વધારવામાં આવી હતી. જેમાં કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રોજિંદા કામકાજથી અલગ હળવાશભર્યા માહોલમાં કર્મચારીઓએ એકબીજા સાથે સમય વિતાવ્યો હતો અને વિવિધ રમતોનો આનંદ માણ્યો હતો.
ચિરિપાલ ગ્રુપના પ્રમોટર રોનક ચિરિપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ મેન્સ ડે પુરુષોના યોગદાનને બિરદાવવાની એક તક છે. તેમની કાર્યક્ષમતા, આકરી મહેનત અને સમર્પણ સંસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગ્રુપમાં દરેક કર્મચારીની સહિયારી પ્રગતિમાં મહત્વપૂર્ણ ભાગીદારી છે. આવી ઉજવણીઓ કર્મચારીઓને રોજિંદી જવાબદારીઓમાંથી થોડો સમય મુક્ત થઈ એકબીજા સાથે જોડાવાની અને સંસ્થામાં પોતાના ગણપણાની ભાવનાને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડે છે.
કાર્યક્રમના અંતિમ તબક્કામાં સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રતીક દાસનાના મનોરંજક પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના હાસ્ય અને રમૂજથી ભરપૂર કાર્યક્રમમાં કર્મચારીઓ ખડખડાટ હસી પડ્યા હતા. સંગીત, ગેમ્સ અને કોમેડીના સંગમથી સમગ્ર ઉજવણી યાદગાર બની હતી.

આમ, ચિરિપાલ ગ્રુપ દ્વારા ઇન્ટરનેશનલ મેન્સ ડે નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહેતાં કર્મચારીઓના યોગદાનને સન્માનિત કરવા, પરસ્પર એકતા વધારવા અને સંસ્થામાં ટીમ સ્પિરિટ મજબૂત બનાવવાનો એક સુંદર પ્રયાસ બની રહ્યો હતો.

