તારણવાળા ધીરાણ પર વધુમાં વધુ ૧૨% અને બિન-તારણવાળા ધીરાણ પર વધુમાં વધુ ૧૫% વાર્ષિક વ્યાજદર નિયત
અમદાવાદ શહેરમાં નોંધાયેલા તમામ શાહુકારો (Money Lenders) માટે સરકારશ્રીની સૂચના મુજબ માસિક પત્રકો અને ઓડિટ રિપોર્ટ ઓનલાઈન ‘ઈ-કોઓપ પોર્ટલ’ (e-Coop Portal) પર અપલોડ કરવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. શાહુકારો દ્વારા કરવામાં આવતી ધિરાણ પ્રવૃત્તિઓ અંગેની તમામ વિગતો સમયસર અપલોડ કરવામાં નહીં આવે, તો ‘ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧’ની કલમ-૨૧ અને નિયમો-૨૦૧૩ ના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીને લાયસન્સ/રજિસ્ટ્રેશન રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.

શાહુકારો દ્વારા વાર્ષિક ઓડિટ રિપોર્ટ સમયસર રજૂ ન કરવા સબબ તંત્ર દ્વારા કુલ ૧૦૯૬ શાહુકારોને નોટિસ પાઠવવામાં આવી છે.
*ઓડિટ સંબંધિત મહત્વની જોગવાઈઓ:*
• રૂ. ૫૦ લાખથી વધુનું વાર્ષિક ધિરાણ ધરાવતા શાહુકારો: માન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પાસે ઓડિટ કરાવવું ફરજિયાત છે.
• રૂ. ૫૦ લાખથી ઓછું વાર્ષિક ધિરાણ ધરાવતા શાહુકારો: સરકારી સ્ટેચ્યુટરી ઓડિટર પાસેથી ઓડિટ કરાવવાનું રહેશે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
*નિયત વ્યાજદર અને કાયદાકીય કાર્યવાહી:*
સરકારશ્રીના તા. ૧૩/૦૧/૨૦૨૧ ના જાહેરનામા અનુસાર રાજ્યમાં નોંધાયેલા તમામ શાહુકારો માટે વ્યાજદરની મર્યાદા નક્કી કરવામાં આવી છે:
• તારણવાળા (Secured) ધિરાણ પર: વાર્ષિક વધુમાં વધુ ૧૨% વ્યાજદર.
• બિન-તારણવાળા (Unsecured) ધિરાણ પર: વાર્ષિક વધુમાં વધુ ૧૫% વ્યાજદર.
નિયત વ્યાજદર કરતા વધુ વ્યાજ વસૂલવું કે માગણી કરવી એ ફોજદારી ગુનો બને છે. ઉપરાંત, ગેરકાયદે ચોપડી/ચીઠ્ઠી/દાગીના કે અન્ય બાબતો પર ધિરાણ કરનાર ઈસમો સામે કાયદાની કલમ-૪૦ અને ૪૨ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે.
ગુજરાત નાણા ધિરધાર કરનાર બાબત અધિનિયમ 2011 અને નિયમ 2013ની જોગવાઇઓનં અક્ષરસહ પાલન કરવાનું રહેશે
અમદાવાદ શહેરના શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર (શહેર) દ્વારા કાયદાકીય માળખામાં રહીને કામ ન કરનાર તથા ઓડિટ પ્રક્રિયા ટાળનારા શાહુકારો સામે કડક વલણ અપનાવવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. પ્રશાસન દ્વારા આવી કોઈ પણ પ્રકારની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં તેમ શાહુકારના નિબંધક અ જિલ્લા રજિસ્ટ્રાસ શહેર અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે

