અષાઢી ગુપ્ત નવરાત્રી એ માતા ની આરાધના કરવા માટેની વિશેષ નવરાત્રી છે. માની ઉપાસના આરાધના કરવાથી વિશેષ ફળ મળે છે. મા ની નવરાત્રી મા સપ્તશતી ના પાઠ કરવા થી વિશેષ ફળ મળે છે. આ ગુપ્ત નવરાત્રિમાં માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવે છે વહેલી સવારે માતાજી મુર્તિ અને કળશ નું સ્થાપન કરવામાં આવે છે બાજોઠ પર સ્થાપન કરી માતાજીને વિશેષ પૂજા કરવામાં આવે છે માતાજીની નવરાત્રીમાં દરરોજ અલગ અલગ નિવેધ ધરાવામાં આવે છે. માની ભક્તિ માટે આ વિશેષ દિવસો છે તો ભક્તજનો આવો માતાજીની આરાધના કરવા માટે તૈયાર થઈ જઈએ.