ભગવાન જગન્નાથની 149 મી ઐતિહાસિક પૌરાણિક યાત્રા ની ભક્તોજનો રાહ જોઈ રહ્યા છે તે અષાઢી બીજ ના દિવસે ભગવાન પોતે નગરજનોને દર્શન આપવા આવવાના હોય ત્યારે તેની પૂર્વ તૈયારી ચાલી રહી છે જેમ કે ગજરાજ ને શણગારવાનો કાર્ય હવે પૂર્ણ થવા આવી રહ્યું છે. અખાડા ના લોકો પોતાના કરતબ માટેની તૈયારીઓની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. અને બીજું રથયાત્રા જે રૂટ ઉપરથી નીકળવાની છે તે રૂટ પર જર્જર રીત થયેલા મકાનો નો સર્વે ચાલી રહ્યો છે જેથી કોઈ દુર્ઘટના બની ના શકે પોલીસ પણ આ કાર્યમાં કામે લાગી ગઈ છે.