ગાંધીનગરની ખેલાડી કુ. મિતિક્ષા પરમારે ભવ્ય સફળતા મેળવી છે.
ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરતા મિતિક્ષા પરમારે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ અને પ્રભાવશાળી રમતનું પ્રદર્શન કરીને રજત ચંદ્રક પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિ સાથે જ તેમણે રાષ્ટ્રીય કક્ષાએ સરકારી જીમખાના, સેક્ટર-૨૧, ગાંધીનગરનું નામ રોશન કર્યું છે.
જાહેરાત

મિતિક્ષાની આ ગૌરવશાળી સિદ્ધિ બદલ સેક્ટર-૨૧ સરકારી જીમખાનાના લોન ટેનિસ ખેલાડીઓ તેમજ તમામ સભ્યોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. મિતિક્ષા ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ પ્રગતિ કરી ગુજરાત રાજ્ય તથા દેશનું નામ રોશન કરે તેવી ભાવભરી શુભકામનાઓ વ્યક્ત કરી છે.

