અમદાવાદમાં યોજાયેલા ખેલ મહાકુંભ-2026 અંતર્ગત જિલ્લા કક્ષાની તરણ (સ્વિમિંગ) સ્પર્ધામાં મનુ ભાઈ પટેલે શાનદાર પ્રદર્શન કરીને દ્વિતીય ક્રમ મેળવ્યો છે.
ગત 25 ઓક્ટોબરના રોજ શહેરના થલતેજ સ્થિત સ્ટેટ સ્વિમિંગ પૂલ ખાતે 50 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનુ ભાઈ પટેલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
જાહેરાત

આ સિદ્ધિ બદલ તેમને જિલ્લા વિજેતા પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મનુભાઈ પટેલ હાલમાં બંટી સર અને વિનય ત્રિવેદી સરના માર્ગદર્શન હેઠળ સ્વિમિંગની તાલીમ મેળવી રહ્યા છે.
તેમની આ સિદ્ધિથી પરિવારજનો અને રમતગમત ક્ષેત્રે આનંદની લાગણી છવાઈ છે. મનુ ભાઇ પટેલની આ સફળતા અન્ય ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

