નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપની સેમિફાઇનલ મેચ નિહાળી

અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ની સેમિફાઇનલ મેચમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભારત અને બાંગ્લાદેશની પુરુષ ટીમો વચ્ચે યોજાયેલી રોમાંચક સેમી ફાઇનલ મેચ નિહાળી હતી તથા ભારતીય ટીમનું ઉત્સાહવર્ધન કર્યું હતું.

ટૂર્નામેન્ટમાં પોતાની સફર પૂરી કરનારી બાંગ્લાદેશની ટીમના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને મેચ બાદ નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મેડલ અને ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સેમિફાઇનલ મેચમાં ભારતીય પુરુષ ટીમે બાંગ્લાદેશને 56-27થી હરાવીને ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ અગાઉ ભારતીય મહિલા કબડ્ડી ટીમ પણ ટૂર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે. આમ, ભારતીય મહિલા અને પુરુષ બંને કબડ્ડી ટીમોએ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ની ફાઈનલમાં પ્રવેશ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે.