ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટીતંત્ર, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ-૨૦૨૬નુ આયોજન-સંચાલન કરવામાં આવેલ છે.

ખેલ મહાકુંભની ગ્રામ્યકક્ષાથી શરુ થઇ રાજયકક્ષા સુધી અલગ-અલગ વયજૂથમાં વિવિધ અંદાજિત-૩૯ રમતોની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે https://khelmahakumbh.gujarat.gov.in પોર્ટલ ઉપર તા:૨૨/૦૯/૨૦૨૬ સુધી ઓનલાઇન રજીસ્ટેશન શરૂ કરવામાં આવેલ છે.

જાહેરાતAdvertisement

ખેલ મહાકુંભ-૨૦૨૬માં બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે તે હેતુથી શાળા/ગ્રામ્ય/તાલુકા/ઝોન/જિલ્લા/મનપા/પ્રદેશ તેમજ રાજ્યકક્ષા સુધી અલગ-અલગ વયજૂથની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં અંડર-૯,૧૧,૧૪,૧૭ ગૃપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ કોલેજમાં અભ્યાસ કરતા (ઓપન) ખેલાડીઓએ ઓનલાઇન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ગાંધીનગર જિલ્લાના ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે પણ પોતાનું ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શિત કરે તે માટે ખેલમહાકુંભમાં વધુ ને વધુ ખેલાડીઓને ભાગ લેવા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.