જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી 20મી એશિયન ગેમ્સ-2026 માટે ભારતીય કબડ્ડી ટીમો સંપૂર્ણ તૈયારી સાથે રવાના થઈ રહી છે.
બંને ટીમોએ 5થી 14 સપ્ટેમ્બર દરમિયાન SAI NCOE ગાંધીનગર ખાતે અંતિમ તૈયારી કેમ્પ યોજ્યો હતો. કેમ્પ દરમિયાન ખેલાડીઓએ સઘન તાલીમ મેળવી એશિયન ગેમ્સ માટે પોતાની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.

વિદાય સમારોહ દરમિયાન બંને ટીમના ખેલાડીઓને પરંપરાગત રીતે તિલક અને હાર પહેરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જ્યારે ટીમના કોચ, કેપ્ટન અને વાઇસ કેપ્ટનને પરંપરાગત શાલ અર્પણ કરવામાં આવી હતી.
મહિલા ટીમની કેપ્ટન પુષ્પા રાણા અને પુરુષ ટીમના કેપ્ટન સુનીલ કુમારે ટીમની તૈયારીઓ અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, 2022ની એશિયન ગેમ્સમાં મેળવેલી સફળતાને આ વખતે પણ દોહરાવવાનો ટીમનો પ્રયાસ રહેશે.
મહિલા ટીમના મુખ્ય કોચ નીતા દાદવે જણાવ્યું હતું કે, ટીમે મે મહિનાથી વિવિધ તાલીમ કેમ્પમાં સઘન તૈયારી કરી છે અને ગાંધીનગરમાં પણ ટીમને ખૂબ જ સારી તાલીમ સુવિધાઓ અને સહયોગ મળ્યો છે.
પુરુષ ટીમના મુખ્ય કોચ બલવાન સિંહે બંને ટીમના ખેલાડીઓની મહેનત, શિસ્ત અને સમર્પણની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે કબડ્ડી હવે વધુ ઝડપી અને વ્યૂહાત્મક બની રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા પણ સતત વધી રહી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
SAI ગાંધીનગરના રિજનલ ડિરેક્ટર પ્રશાંત સિંહે બંને ટીમોને એશિયન ગેમ્સ માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે SAIની ‘Athlete First’ અભિગમ હેઠળ ખેલાડીઓને શ્રેષ્ઠ સુવિધા, તાલીમ અને જરૂરી સહયોગ આપવાનો સતત પ્રયાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 2022ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે ચાઇનીઝ તાઇપેઈને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ભારતીય પુરુષ ટીમે પણ ઈરાનને હરાવીને સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો હતો.
હવે ભારતીય કબડ્ડી ટીમો આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં ફરી એકવાર દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
એશિયન ગેમ્સ બાદ બંને ભારતીય કબડ્ડી ટીમો અમદાવાદમાં યોજાનારી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026માં પણ ભાગ લેશે. આ ચેમ્પિયનશિપ 10થી 20 ઓક્ટોબર દરમિયાન વીર સાવરકર સ્ટેડિયમ, અમદાવાદ ખાતે યોજાવાની છે.

