એકતા નગર ખાતે આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા પધારેલા પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર રણદીપ હુડાએ વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ અખંડ ભારતના શિલ્પી, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી ભવ્ય પ્રતિમાના દર્શન કર્યા હતા. આ અવસરે તેમણે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી દેશના એકીકરણ માટેના તેમના અવિસ્મરણીય યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમના પરિવારજનો પણ તેમની સાથે સામેલ થયા હતા.

મુલાકાત દરમિયાન શ્રી હૂડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરનું અવલોકન કર્યું હતું. તેમણે 135 મીટરની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી પરથી નર્મદા નદી, વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓના મનમોહક દૃશ્યો નિહાળ્યા હતા. ઉપરાંત, સરદાર પટેલના જીવનચરિત્ર અને ભારતના એકીકરણના ઐતિહાસિક પ્રસંગોને આધુનિક ટેક્નોલોજી દ્વારા રજૂ કરતા એક્ઝિબિશન હોલની મુલાકાત લઈ રસપૂર્વક માહિતી મેળવી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ પ્રસંગે પોતાના મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવમાં શ્રે હૂડાએ જણાવ્યું હતું કે, "સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાત્રા અત્યંત ભાવુક અને અભિભૂત કરનાર રહી,મારા બાળક અને પિતા સાથે એક જ સમયે મહાન વ્યક્તિત્વને સમર્પિત આ સ્મારકની મુલાકાત અત્યંત યાદગાર અવસર છે. તેઓ વધુમાં જણાવ્યું હતું કે, મારા માટે ,ગર્વનો અવસર છે કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની આજે પરિવાર સહ મુલાકાત લીધી છે, સરદાર પટેલે ભારતને એક કર્યું છે,પ્રત્યેક વ્યકતિએ જરૂર મુલાકાત લેવી જોઈએ.

મુલાકાતના અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમીત અરોરાએ શ્રી હુડાને સ્મૃતિચિહ્ન અને મોમેન્ટો અર્પણ કર્યા હતા, આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી પ્રસાદ રવિ રાધાકૃષ્ણ સરદાર સરોવર નર્મદા નિગમના ચીફ એન્જીનીયર શ્રી શુભમ ગોયલ અને નાયબ કલેક્ટર શ્રી નિરવ પારિતોષ અને નાયબ જનરલ મેનેજર શ્રી રાહુલ પટેલ ઉપસ્થિત રહયા હતા.