અમદાવાદની Satleo કંપનીએ 12 મહિનામાં નિર્માણ કરી ટેક્નોલોજી, થર્મલ ઇમેજિંગનો ડેટા વિવિધ ક્ષેત્રની કંપનીઓને પહોંચાડવામાં આવશે

આ ટેક્નોલોજી કૃષિ તેમજ સંરક્ષણ ક્ષેત્ર સહિત શહેરી વિકાસ અને આબોહવા પરિવર્તનને લગતા જટિલ મુદ્દાઓ માટે ગરમીના ડેટા દ્વારા જરૂરી આંતર્દૃષ્ટિ પૂરી પાડશે

જાહેરાતAdvertisement

સ્પેસટેક ક્ષેત્રે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત હવે દેશમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે તૈયાર, ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ તરફ આગેકૂચ

ગાંધીનગર - ખૂબ ઝડપથી વિકસિત થઈ રહેલી સ્પેસટેક ઇકોસિસ્ટમમાં ગુજરાત એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે આ ક્ષેત્રમાં ડંકો વગાડવા તૈયાર છે. અમદાવાદના સ્ટાર્ટઅપે ઘરઆંગણે તૈયાર કરેલો સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ અર્થ ઑબ્ઝર્વેશન પેલૉડ (થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા) 1 ઓક્ટોબરે અમેરિકાથી સ્પેસટેકના ‘ફાલ્કન 9’ રૉકેટ દ્વારા અવકાશમાં પહોંચાડવામાં આવશે. આ કેમેરાને તપસ-1 (TAPAS-1) નામ આપ્યું છે, જેને પૃથ્વી પરથી લગભગ 500 કિલોમીટરની ભ્રમણકક્ષામાં એક સેટેલાઈટ સાથે પ્રસ્થાપિત કરવામાં આવશે. અહીંથી તે પૃથ્વીના અલગ અલગ સ્થળો પર ગરમી અને તાપમાનની વધઘટની હાઈ રેઝોલ્યુશન તસવીરો મેળવીને તેનું ડેટા પ્રોસેસિંગ કરશે. આ ડેટા અર્બન હીટ મેનેજમેન્ટ, કૃષિ અને પાણીનુ સ્ટ્રેસ મોનિટરિંગ, ઔદ્યોગિક અને આપદા સમયનું મોનિટરિંગ અને જંગલોમાં આગની ઘટનાઓની ઓળખ કરવા માટે જરૂરી આંતર્દૃષ્ટિ પૂરી પાડશે.

આ સ્ટાર્ટઅપની શરૂઆત વર્ષ 2023માં શ્રણવસિંઘ ભાટી, ડૉ. રાનેન્દુ ઘોષ અને ઊર્મિલ બખાઈ દ્વારા અમદાવાદમાં કરવામાં આવી છે. કંપનીના CEO શ્રવણસિંઘ પાસે 16થી વધુ વર્ષોનો ઉપગ્રહોને લગતા ઇવોવેશન્સનો અનુભવ છે જ્યારે ડૉ. રાનેન્દુ ઘોષે 27 વર્ષ સુધી ISROમાં કૃષિ, હાઈડ્રોલોજી અને માટી વિજ્ઞાનને લગતા સેટેલાઈટ પેલૉડની ટેક્નોલોજી પર કામ કર્યું છે. ઊર્મિલ બખાઈ કંપનીમાં ચીફ સ્ટ્રેટેજી ઓફિસરની ભૂમિકામાં છે, જેમણે 22 વર્ષથી વધુ સમય સુધી કોર્પોરેટ ક્ષેત્રે સેલ્સ અને લીડરશીપમાં કાર્ય કર્યું છે. ગુજરાતમાં નિર્માણ કરવામાં આવેલો તપસ-1 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે.

3 કિલોગ્રામ વજન વાળો તપસ-1 સેટેલાઈટ પર પેલૉડ તરીકે રહેશે. તેની ડિઝાઈન એવી રીતે કરવામાં આવી છે કે તે થર્મલ ઇન્ફ્રારેડ રેડિયેશનને કેપ્ચર કરશે. સાદી ભાષામાં કહીએ તો પૃથ્વીની સપાટી પરથી નિકળતી ગરમીના ફેરબદલને તે તસવીર તરીકે કેપ્ચર કરશે. આ ડેટાનું AI દ્વારા વિશ્લેષણ કરી શકાય છે અને આ થર્મલ ઇન્ટેલિજન્સ વિવિધ ક્ષેત્રો માટે ઉપયોગી બની શકે છે. આ બાબતે શ્રવણસિંઘ જણાવે છે કે, “આ ડેટાથી જંગલોમાં લાગતી આગને મોનિટરિંગ કરી શકાય છે. તે સિવાય કોઈ શહેરમાં કયા વિસ્તારોમાં તાપમાનની કેટલી વધઘટ રહે છે, તે રિયલટાઈમમાં ટ્રેકિંગ કરી શકાય છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં તાપમાન અલગ અલગ હોય છે. આ રીતે કોર્પોરેશનને હીટ સ્ટ્રેસ માટે જરૂરી આયોજન કરવામાં મદદ મળે છે.”

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ઊર્મિલ બખઈ જણાવે છે, _“આ ટેક્નોલોજી પૃથ્વીના થર્મોમીટર તરીકે કાર્ય કરશે. તેના દ્વારા કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ અગત્યના ડેટા પ્રાપ્ત થઈ શકે છે. તેના દ્વારા પાક માટે જરૂરી આયોજન વધુ આધુનિક અને સચોટ રીતે થઈ શકે છે. અર્બન પ્લાનિંગમાં પણ તે મદદરૂપ બની શકે છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે તેના માટે કોઈ મોટાપાયે વધારાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જરૂર નથી. આ ડેટા સીધો સેટેલાઈટથી જ ઉપલબ્ધ થઈ શકશે.”_

ત્રણ વર્ષ સુધી તપસ ભ્રમણકક્ષામાં રહેશે, 2029 સુધીમાં વધુ 8 સેટેલાઈટ લૉન્ચ કરવાનું આયોજન

સ્ટાર્ટઅપના સ્થાપકોના જણાવ્યા અનુસાર Satleo પાસે આ ક્ષેત્રના અનુભવી લોકોની 40થી વધુ લોકોની ટીમ છે અને વર્ષ 2029 સુધીમાં આ પ્રકારના વધુ 8 સેટેલાઈટ લૉન્ચ કરવાની યોજના બનાવી છે. કંપનીએ અત્યારે ₹60 કરોડનું ફન્ડિંગ મેળવ્યું છે. વ્યવસાયિક રીતે આ પેલૉડ લોન્ચ થયા બાદ ડેટાને વિવિધ કંપનીઓ સાથે શેર કરવામાં આવશે. તપસ-1ને સંપૂર્ણ રીતે ગુજરાતમાં કંપનીની લેબમાં વિકસિત કરવામાં આવ્યો છે, જે ત્રણ વર્ષ સુધી ભ્રમણકક્ષામાં રહેશે. તપસ દ્વારા થર્મલ ઇમેજિંગને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વધુ વિસ્તૃત અને ગહન માહિતી મેળવવામાં મદદ મળે છે. આ પહેલા અમદાવાદ મહાનગરપાલિકા સાથે એક પાયલટ પ્રોજેક્ટ પર આ સ્ટાર્ટઅપે કામ કર્યું હતું જેમાં અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તાપમાનનું મેપિંગ કરવામાં આવ્યું હતું.

કંપની પાસે 52 મિલિયન ડૉલરના લેટર ઓફ ઇન્ટેન્ટ

શ્રવણસિંઘના જણાવ્યા પ્રમાણે અત્યારે કંપની પાસે લગભગ 52 મિલિયન ડૉલરના લેટર ઓફ ઇન્ટેન્ટ આવ્યા છે જેમાંથી 60 ટકા જેટલી કંપનીઓ ભારત બહારની છે. કૃષિ અને અન્ય ક્ષેત્રની સંસ્થાઓ પણ કંપની સાથે સહયોગ કરી રહી છે.

ગુજરાતની સ્પેસટેક પોલિસીનો ફાયદો

ગુજરાતમાં સ્પેસટેક ક્ષેત્રનો વિકાસ કરવા અને સ્પેસ ટેકનોલોજીમાં ગુજરાતને ગ્લૉબલ મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન હબ બનાવવા માટે ગુજરાત સ્પેસટેક પોલિસી (2025-30) જાહેર કરવામાં આવી છે. સ્પેસટેક ક્ષેત્ર માટે વિશિષ્ટ પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકાર દ્વારા આ પોલિસી અંતર્ગત સ્પેસટેક ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને ખાનગી રોકાણકારોને વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવે છે. તેમાં લૉન્ચ ખર્ચ માટે સહાય, IP પ્રોપર્ટી રાઇટ માટે સહયોગ તેમજ ટેસ્ટિંગ સુવિધાઓ માટે સબસિડી સહિતની મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.

આ સ્ટાર્ટઅપની સફળતા ગુજરાતમાં એક વ્યાપક ‘ડીપ-ટેક’ ઇકોસિસ્ટમના નિર્માણને પણ દર્શાવે છે, જેમાં કંપનીઓ હવે સૉફ્ટવેર એપ્લિકેશન્સથી આગળ વધીને સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને અવકાશ જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક હાર્ડવેર અને ટેક્નોલોજી વિકસિત કરી રહી છે. આ દર્શાવે છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર હવે વધુ આધુનિક ટેક્નોલોજી સાથે વિશિષ્ટ ક્ષેત્રોમાં વિસ્તરણ કરી રહ્યું છે અને ગુજરાત આ ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.