ભવિષ્યમાં વેરેબલ ઉપકરણો કેવું સ્વરૂપ ધારણ કરી શકે, તેની ઝલક આપે છે. સ્માર્ટ ચશ્માં નવી ટેક્નોલોજી નથી, પરંતુ UPI પેમેન્ટ, વિવિધ ભારતીય ભાષાઓ માટે સપોર્ટ, લાઇવ ભાષાંતર, AI આધારિત નોંધ તૈયાર કરવાની સુવિધાથી લઈ લાઇવ ક્રિકેટ કોમેન્ટરી જેવી વિશેષતાઓ આ ટેક્નોલોજીને ભારતીય વપરાશકર્તાઓની રોજિંદી જરૂરિયાતોની વધુ નજીક લાવશે તે હકિકત છે.
વધુમાં,દુકાનમાં ખરીદી કરતી વખતે આ સુવિધા વપરાશકર્તાનો સમય બચાવવાની સાથે ચૂકવણીની પ્રકિયાને અત્યંત સરળ બનાવશે, તેનો અંદાજ માત્ર લગાવીએ તો હવે ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢવાની, તેને અનલૉક કરવાની, પેમેન્ટ ઍપ ખોલવાની અને QR કોડ સ્કૅન કરવાની જરૂર નહીં રહે. અહીં હવે AI માત્ર પ્રશ્નોના જવાબ આપતું સહાયક સાધન પુરતું સિમિત ન રહેતા રોજિંદા વ્યવહારોને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવતી ટેક્નોલોજી તરીકે ઉભરી આવશે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
જિયો વૉઇસ આધારિત સંવાદો દ્વારા AIને સ્ક્રીન અને કીબોર્ડની મર્યાદામાંથી બહાર લાવી રોજિંદા જીવનની વધુ નજીક લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના ભાગરૂપે આ ટેક્નોલોજી વપરાશકર્તાના આદેશ અનુસાર જ કાર્ય કરશે. તે પણ અત્રે નોંધનિય છે.
જિયોના AI ચશ્માંની બીજી મહત્વની સુવિધા લાઇવ ભાષાંતરની રહેશે. પહેરી શકાય તેવાં આ પ્રકારના ઉપકરણોની મદદથી અલગ-અલગ ભારતીય ભાષાઓ બોલતી બે વ્યક્તિઓ એકબીજાની વાત સમજી શકશે. જેમાં એક વ્યક્તિ પોતાની ભાષામાં વાત કરશે, જ્યારે બીજી વ્યક્તિ પોતાની ભાષામાં જવાબ આપશે ત્યારે AI બન્ને વચ્ચે અનુવાદક (ટ્રાન્સલેટર) તરીકેની ભૂમિકા ભજવશે.
આ ઉપરાંત, AI આધારિત નોટ-ટેકિંગની સુવિધા એટલે કે, મીટિંગ દરમિયાન થયેલી ચર્ચાના મહત્વપૂર્ણ મુદ્દાઓ નોંધવામાં પણ મદદરૂપ થશે. જ્યારે ક્રિકેટપ્રેમીઓને મુસાફરી દરમિયાન પણ લાઇવ ક્રિકેટ કોમેન્ટરીની સુવિધા સહિત મેચની દરેક મહત્વપૂર્ણ ક્ષણથી પળેપળ માહિતગાર રાખશે.
ઑફિસની મીટિંગ હોય કે ક્રિકેટના મેદાનની રોમાંચક પળો, વારંવાર મોબાઇલ ફોન તપાસવાની જરૂરિયાત ઘટાડીને દૈનિક જીવનને વધુ સરળ અને સુવિધાજનક બનાવવું એ જ આ ટેક્નોલોજી પાછળનો મુખ્ય સ્પષ્ટ ઉદ્દેશ છે.

જિયોના જણાવ્યા અનુસાર, આ વેરેબલ્સને ઉત્પાદકતા વધારવા, જ્ઞાનની પહોંચ વિસ્તૃત કરવા અને AIની મદદથી રોજિંદાં કાર્યોને વધુ સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે. તેમાં વૉઇસ કમાન્ડ અને ભારતીય ભાષાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી વપરાશકર્તાઓ પોતાની પસંદગીની ભાષામાં AI અને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરી શકે.
જિયો દ્વારા પ્રદર્શિત આ ટેક્નોલોજી ભવિષ્યમાં વેરેબલ ઉપકરણો કેવું સ્વરૂપ ધારણ કરી શકે, તેની ઝલક આપે છે. સ્માર્ટ ચશ્માં નવી ટેક્નોલોજી નથી, પરંતુ UPI પેમેન્ટ, વિવિધ ભારતીય ભાષાઓ માટે સપોર્ટ, લાઇવ ભાષાંતર, AI આધારિત નોંધ તૈયાર કરવાની સુવિધાથી લઈ લાઇવ ક્રિકેટ કોમેન્ટરી જેવી વિશેષતાઓ આ ટેક્નોલોજીને ભારતીય વપરાશકર્તાઓની રોજિંદી જરૂરિયાતોની વધુ નજીક લાવશે તે હકિકત છે.

