મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં દિલ્હી-મુંબઈ રાજધાની એક્સપ્રેસની મુખ્ય રેલવે લાઇન ઉપર તમામ 14 પોર્ટલ બીમ સ્થાપિત કરવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં બુલેટ ટ્રેનના વાયાડક્ટના નિર્માણને નવી ગતિ મળશે.

વડોદરામાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. અહીં દિલ્હી-મુંબઈ રાજધાનીની મુખ્ય રેલવે લાઇન ઉપર કુલ 14 પોર્ટલ બીમ લગાવવાની કામગીરી પૂર્ણ થઈ છે.

જાહેરાતAdvertisement

આ કામગીરી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે બુલેટ ટ્રેનનો માર્ગ ચાલુ રેલવે ટ્રેકની ઉપરથી પસાર થાય છે. આ વિસ્તારમાં રેલવેની નિયમિત સેવાઓને અસર ન થાય અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વિશેષ પ્રકારના સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યાં છે.

વડોદરામાં બુલેટ ટ્રેનનો આ માર્ગ આશરે 8.3 કિલોમીટર લાંબો છે. આ વિસ્તાર ગીચ વસ્તી અને વ્યસ્ત રેલવે નેટવર્ક વચ્ચે આવેલો છે. અહીં બુલેટ ટ્રેનના કોરિડોરને ભારતીય રેલવેની પાંચ લાઇનો ક્રોસ કરવી પડે છે, જેમાં બે મુખ્ય લાઇનોનો પણ સમાવેશ થાય છે.

આ કામગીરી અંતર્ગત 14 પોર્ટલ બીમમાંથી 10 સુરત તરફ વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન અને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન વચ્ચે, જ્યારે ચાર અમદાવાદ તરફ વડોદરા રેલવે સ્ટેશન અને છાયાપુરી રેલવે સ્ટેશન વચ્ચે બનાવવામાં આવ્યા છે.

હવે આ પોર્ટલ બીમ ઉપર આશરે 40 મીટર લાંબા કમ્પોઝિટ ગર્ડર સ્થાપિત કરવાની કામગીરી આગળ વધશે. તેના આધારે બુલેટ ટ્રેનના વાયાડક્ટનું ઉપરનું માળખું તૈયાર કરવામાં આવશે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ કામગીરીમાં સૌથી મોટો પડકાર મર્યાદિત જગ્યા અને સતત ચાલુ રહેતું રેલવે નેટવર્ક હતું. આ પડકારને ધ્યાનમાં રાખીને પોર્ટલ બીમનું નિર્માણ સ્થળ પર જ કોંક્રિટ કાસ્ટિંગની પદ્ધતિથી કરવામાં આવ્યું છે.

દરેક પોર્ટલ બીમનું વજન તૈયાર થયા બાદ આશરે 1,500 ટન જેટલું છે. ભારે વજન અને સ્થળની મર્યાદાઓને કારણે અહીં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પ્રીકાસ્ટ લોન્ચિંગ પદ્ધતિનો ઉપયોગ શક્ય નહોતો.

વડોદરામાં 14 પોર્ટલ બીમની કામગીરી પૂર્ણ થવાથી બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.